Posts

Showing posts from April, 2017

અનામતની સમીક્ષા , દેશહિતમાટે ના સુધારા..

Image
વર્ષોથી એક વાલ્મિકી જાતિના બેન અને તેમની બે છોકરીઓ નડિયાદમાં મારું ઘર છે એ સોસાયટીમાં કચરો ઉપાડે, મેલું સાફ કરે, ગાયોએ કરેલા પોદરા અને કૂતરાઓએ ઓકેલું દૂર કરી રસ્તાઓ ચમકાવે…ટૂંકમાં મારી શેરીને સવચ્છ અને સુઘડ રાખનારા માત્ર અને માત્ર આ ત્રણ લોકો...જેના વળતર પેેટે ઘરદીઠ મહિને 15 રુપિયા પણ લોકો જીવ બાળીને આપે..બોનસમાં અસ્પૃશ્યતા અને ધૂતકારા તો ખરાં જ.. એક દિવસ મારી મમ્મીએ એ બેનની નાની છોકરીને મારા ઘરના ઓટલા પર બેસીને જમાડી તો તે બેનની આંખમાં આભારનાં આંસુ છલકાઈ આવ્યા.. આ બેનનો એક છોકરો નગરપાલિકાના સંડાસ-બાથરુમ સાફ કરે..અને પતિતો નાની વયે જ દેશી લઠ્ઠો પીને દુનિયા છોડી ચાલ્યો ગયો હતો… હું રવિવારે ઘરના હીંચકા પર બેઠો બેઠો આ લોકોને જોતો હતો ત્યારે મને એમ થયું કે આ પરિવારના કોઈ સભ્યને જો અનામત દ્વારા સારું શિક્ષણ મળે, નોકરી મળે તો મને કોઈ જ વાંધો નહીં હોય...સાચું કહું આખા સમજદાર સવર્ણ સમાજને વાંધો નહી હોય.. પણ ભારત દેશની પ્રવર્તમાન સ્થિતિ કંઈક જુદી છે..આ પરિવાર અને આવા લાખો પરિવારોને તો જ્ઞાન જ નથી કે અનામત એમના માટે છે..તેનાથી નોકરી કેવી રીતે લેવી તેની ખબર જ નથી… અને સરકારી તથા અર્ધસર