Posts

Showing posts with the label trap

લાઈકોફોબિયા- સોશિયલ મિડિયાની નવી બિમારી

Image
હું ખડખડાટ પેટ પકડીને હસી પડ્યો.. આંખની પાંપણો હાસ્ય અશ્રુઓથી ભીંજાઈને અરધી મિંચાઈ ગઈ જ્યારે મે ગુજરાત સમાચારના એક પ્રખ્યાત લેખકના લેખમાં વાંચ્યું કે ઈન્ટરનેટ માનવ જીવન સરળ બનાવવા અને લોકોને એકબીજાથી જોડવા તથા માણસનો સમય બચાવવા માટે છે.. શું ખરેખર આ હકીકત છે? શું વાસ્તવિકતાની નજીક પણ છે?   આજની યુવા પેઢી વોટ્સ એપ , ફેસબુક , સ્નેપચેટ , ઈન્સટાગ્રામ , ટિન્ડર અને આવી ઘણી ઘણી સોશિયલ નેટવર્કિંગ એપ્સ ( એપ્સનો એક ગુજરાતી અર્થ વાંદરાઓ પણ થાય છે પરંતુ અહીં એપ્લિકેશનસ્ સમજવો ) ઉપર સતત સકારણ કે અકારણ અંગૂઠો ફેરવ્યે રાખતા જોઈને લાગે છે કે હવેના ગુરુઓએ પણ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો માંગ્યો હતો એમ આ પેઢીની ભલાઈ માટે અંગૂઠો જ માંગી લેવો જોઈએ .. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે ટેકનોલોજીના સહારે એક સામાન્ય માણસ પણ રાજા મહારાજાઓ એમના સમયમાં કલ્પના પણ નહોતા કરી શકતા તેવી સુવિધાઓ અને સવલતો ભોગવે છે .. દા . ત . જો એ સમયમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આવી ગઈ હોત તો ઈ . સ . 1857 નો વિપ્લવ એટલે કે અંગ્રેજો સામેની ગુલામી માંથી મુક્તિની પ્રથમ ચળવળ જ ભારતમાં સફળ બની ગઈ હોત .. સમયસર સાચા...