લાઈકોફોબિયા- સોશિયલ મિડિયાની નવી બિમારી


હું ખડખડાટ પેટ પકડીને હસી પડ્યો.. આંખની પાંપણો હાસ્ય અશ્રુઓથી ભીંજાઈને અરધી મિંચાઈ ગઈ જ્યારે મે ગુજરાત સમાચારના એક પ્રખ્યાત લેખકના લેખમાં વાંચ્યું કે ઈન્ટરનેટ માનવ જીવન સરળ બનાવવા અને લોકોને એકબીજાથી જોડવા તથા માણસનો સમય બચાવવા માટે છે..


શું ખરેખર આ હકીકત છે? શું વાસ્તવિકતાની નજીક પણ છે? 
આજની યુવા પેઢી વોટ્સ એપ, ફેસબુક, સ્નેપચેટ , ઈન્સટાગ્રામ, ટિન્ડર અને આવી ઘણી ઘણી સોશિયલ નેટવર્કિંગ એપ્સ (એપ્સનો એક ગુજરાતી અર્થ વાંદરાઓ પણ થાય છે પરંતુ અહીં એપ્લિકેશનસ્ સમજવો) ઉપર સતત સકારણ કે અકારણ અંગૂઠો ફેરવ્યે રાખતા જોઈને લાગે છે કે હવેના ગુરુઓએ પણ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો માંગ્યો હતો એમ આ પેઢીની ભલાઈ માટે અંગૂઠો જ માંગી લેવો જોઈએ..

તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે ટેકનોલોજીના સહારે એક સામાન્ય માણસ પણ રાજા મહારાજાઓ એમના સમયમાં કલ્પના પણ નહોતા કરી શકતા તેવી સુવિધાઓ અને સવલતો ભોગવે છે.. દા.. જો એ સમયમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ આવી ગઈ હોત તો ઈ.. 1857નો વિપ્લવ એટલે કે અંગ્રેજો સામેની ગુલામી માંથી મુક્તિની પ્રથમ ચળવળ જ ભારતમાં સફળ બની ગઈ હોત..સમયસર સાચા હાથોમાં સંદેશા પહોંચ્યા હોત અને આપણને 1857માં જ આઝાદી મળી ગઈ હોત
જો શાંહજહાં ના સમયમાં સોશિયલ મિડિયા હોત તો તેની હિમ્મત નહોતી કે તાજમહેલ બનાવ્યા પછી બધા કારીગરો ના હાથ કાપવાનો હુકમ આપેટ્રોલ કરી કરીને ગાંડો કરી નાખ્યો હોત એને...

પરંતુ વાત હવે બીજી પ્રકારની આઝાદીની છે..હાલમાં એક સુપ્રસિધ્ધ યુનિવર્સીટીએ હાથ ધરેલા સર્વેમાં એવું તારણ બહાર આવ્યું કે સોશિયલ મિડિયા પર વધારે સમય વીતાવવા વાળા લોકોમાં ઈર્ષા , નિરાશા અને તણાવનું પ્રમાણ તેનાથી અળગા રહેતા લોકો કરતાં 40 ટકા વધારે હોય છેસોશિયલ મિડિયા એ કોઈ વ્યક્તિને પરખવાનું સાચું માધ્યમ નથી.. અહીં મોટે ભાગે લોકો પોતાના જીવનની આનંદિત પળો જ શેર કરતાં હોય છે..જેની સામે જોનાર વ્યક્તિ પોતાના જીવનની નકારાત્મક પળોને સરખાવે છે અને ઇર્ષા તથા તણાવમાં ઘરકાવ થઈ જાય છેકોઈ મુરતિયાના લગ્ન ન થતા હોય અને તે જ્યારે તેના ફેસબુક મિત્રોની સગાઈ, સગપણ, હનીમૂનના ફોટા જોઈને માનસિક ત્રાસમાંથી પસાર થાય છે

તો બીજા એક સર્વે પ્રમાણે ભારતમાં ઈ.. 1920-30 ના દાયકામાં જે સ્તરના તણાવ માટે લોકો મનોરોગના ચિકિત્સક પાસે જતા હતા.. હાલમાં તે સ્તરનું તણાવ 8-10 ધોરણમાં અભ્યાસ કરતા બાળકોમાં જોવા મળે છે..અને કોલેજીયનનો ની તો વાત જ ન કરોઅને આ તણાવનું એક મસમોટું કારણ સોશિયલ મિડિયા છે. 
ઘણીવાર વાયુ વેગે અફવાઓ અને દંગાઓ ફેલવવામાં પણ સોશિયલ મિડિયાએ મોટો ભાગ ભજવ્યો છે તાજેતરમાં દિલ્હી યુનિવર્સટીની એક સ્ટુડન્ટ અને આમ આદમી પાર્ટી ની મહિલા કાર્યકર્તા જસલીન કૌરે વેરભાવથી સરબજીત સીંઘ નામના યુવાનનો નો રોડ સાઈડ ફોટો પાડી સોશિયલ મિડિયામાં વહેતો મુક્યો અને આરોપ લગાવ્યો કે આ યુવકે તેની છેડતી કરી છે.. દેશ વિદેશના લોકોએ ટપોટપ શેર કરવા માંડ્યું.. ન્યુઝ ચેનલોએ છોકરીના ઈન્ટરવ્યુ લઈ લાઈવ ડિબેટ ચલાવી.. પોલિસે કિસ્સો હાથમાં લઈ સમગ્ર ઘટનાની તપાસ કરતાં એક સાક્ષી દ્વારા જાણવા મળ્યું કે સરબજીત નિર્દોષ હતો.. ટાઈમ્સ નાઉ ન્યુઝ ચેનલે માફી માંગી.. પણ તે યુવકના ચરિત્રનું કારણ વિના પતન કરવામાં આવ્યું તેની ભરપાઈ કોણ કરશે ?

તો બીજા એક આવા કિસ્સામાં તમિલનાડુની એક કોલેજની યુવતીએ કોઈક અજાણ્યા એક તરફા પ્રેમીએ તેના ફોટા સાથે ચેડાં કરી(મોર્ફ કરી) અર્ધનગ્ન સ્થિતિમાં ફેસબુક પર પોસ્ટ કરી દીધા... તે યુવતી કોલેજ આખામાં હસીનું પાત્ર બની ગઈ...તેના પિતાએ પોલિસ ફરિયાદ કરી, પરંતુ પોલિસે સમગ્ર મામલામાં રસ ન ધરાવ્યો.. અને તે યુવતીએ ભારે તણાવ અને બદનામીના ડરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું... શું સોશિયલ મિડિયા એક પિતાને તેની લાડકવાયી પુત્રી પાછી લાવી આપશે??

પાટીદાર અનામત આંદોલન વખતે ખોટી અફવાઓ ફેલાવાની ભીતીએ આનંદીબેન પટેલ વાળી ગુજરાત સરકાર દ્રારા નેટ બંધ કરી સોશિયલ મિડિયા પર સંકંજો કસવામાં આવ્યો.
નેટ બંધ થયું તો ગુજરાત ભરના યુવાનીયાઓને લાગવા લાગ્યું કે જાણે ઓક્સીજનની કમી થઈ ગઈ.. બેચેની સાચા અર્થમાં કોને કહેવાય તેની ખબર પડી...
અને એ તો હકીકત જ છે કે સુવાના સ્થાનની પાસે મોબાઈલ ચાર્જીંગ પોઈન્ટ મળી જાય તો સ્વર્ગ સુખ મળ્યાની અનુભૂતિ થાય અને જ્યારે પણ આપણા મોબાઈલની બેટરી ખતમ થવાની હોય ત્યારે ગમે તેટલો શાંત મગજ વાળો માણસ પણ થોડી ક્ષણો માટે તો તણાવમાં આવી જ જાય છે..
ગાંડાની માફત ચાર્જર અને ચાર્જીંગ પોઈંટ શોધતો થઈ જાય છે.


લાઈકો ફોબિયા નામની એક નવી બિમારી ઈજાદ થઈ છે હવે... મારા ફોટાને કેટલા લાઈક મળશે ફેસબુક પર... આ ડીપી (ડિસ્પ્લે પિક્ચર) સારો તો લાગે છે... મોટા ભાગના ફેસબુક યુઝર્સ આ તણાવમાં અને લાઈકોફોબિયામાં જીવે છે.

આજની પેઢીને જો એવું કહેવામાં આવે કે વૃક્ષો વાવવાથી મફત વાય ફાય મળે તો 100 ટકા ઘરે ઘરે જઈને વૃક્ષો વાવી આવશે.. પણ કમનસીબે હાલમાં તો વૃક્ષો માત્ર છાંયો અને ઓક્સીજન જ આપે છે જે કદાચ વાય ફાય કરતાં વધારે મહત્વનું નહીં હોય , નહીં!!??

જય હિંદ

શોર્ટ સર્કિટ - (તમે રાજસ્થાની છો ને તો એક વાત કહો..રણમાં કૂતરા કેમ નથી હોતા??.. ત્યાં થાંભલા નથી હોતાને એટલે...)

Get in touch - vijayshah113@gmail.com


Comments

Popular posts from this blog

તર્ક , વિતર્ક, કુતર્ક

शादी तो नहीं हुई पर संसार आज भी राधा- कृष्ण ही जपता हे!!

બાયલો છે લા આતો…બૈરીનો માર ખાય છે!!