Posts

Showing posts with the label cow

ખાવું છે પણ વાવવું નથી!!

Image
" અરે વાલજી ભાઈ આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો.. આ વખતે તો ગુજરાતમાં ગરમીનો પારો 48 ડિગ્રી પર પહોંચી ગયો... તમારા બન્ને છોકરાઓ ક્યાં ગયા ? " " અરે ના હો કરસનભાઈ , છોકરાઓને તો કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે કાંઈ ?? એ તો ભણી ગણીને દાક્તરને એન્જીનીયર બનશે.. મારી જેન ઘઉં ઉગાડવા , વાવવા , લણવાની કાળી મજૂરી નહીં કરે..ઠંડાગાર એસી વાળા મોલમાંથી જઈને લઈ આવશે... " તદ્દન સામાન્ય વર્તાઈ રહેલો આ વાર્તાલાપ આવનારા સમયમાં ભારતભરમાં અન્ન સંકટ અને ભૂખમરી લાવવાનો છે... અને તેના પરિણામોની ભયાવહતા જોવી હોય તો હાલના સોમાલિયા દેશની હાલત જોઈ લો.. વર્તમાન સમયમાં કૃષિપ્રધાન દેશ ભારતની દુર્દશા એવી છે કે.. ડોક્ટરનો છોકરો ડોક્ટર બને , સી.એ નો છોકરો સી.એ તો વકીલનો છોકરો વકીલ બને છે...પણ કોઈ ખેડૂતનો છોકરો ખેડૂત બનવાના વિચારથી પણ દૂર ભાગે છે . ભારત દેશ જ્યાં 65 ટકા વસ્તી આજે પણ ગામડાંઓમાં વસે છે તે ગામડાંઓ શહેરોના પાંકા મકાનો , પહોળા રસ્તા , ભવ્ય ઈમારતો , મોલ , સિનેમા ઘરો અને હોટલો ની ચમક દમકમાં અંજાઈને તૂટી રહ્યા છે. પણ શહેરમાં રહેતો હોય , કે ગામડાં માં કે જંગલમાં.....