Posts

Showing posts with the label drinks

બાયલો છે લા આતો…બૈરીનો માર ખાય છે!!

Image
અંકિતે ભારે મનથી તેના મિત્રોની દારુની મહેફિલમાં જવાની હા પાડી.તેના મિત્રો અમદાવાદ- ગાંધીનગર હાઈવે પરના એક ફાર્મ હાઉસ ઉપર વારે વારે આવી દારુ અને ડાન્સ પાર્ટી રાખતા અને દર વખતે અંકિતને પુછતા હતા પણ કે તો તેની પત્નીની બીકે અથવા ઓફિસના ઓવરટાઈમ ના લીધે અથવા પોતાની ધાર્મિક વૃતિના કારણે તે હંમેશા કંઈક બહાનું બનાવી જવાનું ટાળી દેતો, પણ આજે તેના મિત્રોને થોડો ઝટકો લાગ્યો કે તેણે એક જ વારમાં હા પાડી દીધી!! જેણે ક્યારેય દારુને હાથ પણ નહોતો લગાવ્યો તે આજે તેના બેવડા દોસ્તારો કરતાં પણ વધારે પી ગયો હતો.અંકિતનું હ્યદય વેદનામાં વલખાં મારી રહ્યું હતું. તેને એમ કે ફિલ્મોની જેમ શરાબ તેના દર્દને શમાવશે પણ આતો ઉલ્ટું થયું.. શરાબે બળતામાં વધારે ઘી હોમ્યું.. પ્રતિક તેનો નાનપણનો મિત્ર હતો.. તે પણ પીધેલી હાલતમાં હતો પણ પારખી ગયો હતો કે અંકિતના મનમાં કંઈક તો ગડબડ અને ઉથલ પાથલ ચાલી રહીછે..પ્રતિકે તેની પાસે આવી તેના ખભા પર હાથ મૂક્યો, “શું બે આમ મરેલો મડદા જેવો બેઠો છું? શું થયું બોલ??” અંકિત કાંઈ જ બોલ્યા વગર પ્રતિકને ભેટી પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો..આસપાસ બેઠેલા બધા તેને જ જોઈ રહ્યા હતા....