તર્ક , વિતર્ક, કુતર્ક


જુઓ ભાઈ આ દ્રષ્ટિકોણની અને તર્કની વાત છે ધારો કે આ એક દરવાજો અડધો બંધ છે એનો અર્થ એ છે કે તે અડધો ખુલ્લો છે..

અચ્છા તો તમારા તર્ક મુજબ જો આ દરવાજો આખો બંધ હોય તો એને આખો ખુલ્લો કહેવાય નહીં….”

ચીડ આવ છે ને આવો સંવાદ વાંચીને...

પણ આપણા રોજ બરોજના જીવનમાં આવા તર્ક વિહોણા વિતર્ક અને કુતર્ક કરતા અનેક માથાઓ આપણને ભટકાય છે અને આપણે તેમને બે ખેંચીને તામાચા મારવાની તીવ્ર ઇચ્છાને સમાજની શરમે વ્યવહારમાં દબાવીને મારી નાખવી પડે છે.

કોઈને કહો કે ભાઈ આ કચરો આમ રોડ ઉપર ના નાંખો , અહીં પિચકારીના મારોને..ગંદકી ના કરો.. એટલે પોતે કોઈ મોટી સલ્તનતનો શહેનશાહ હોઈ એમ ડીંગાઈ હાંકતા સામે જવાબ આપેકેમ તારા ઘરમાં કરું છું??, હા ભાઈ તું જ નવાઈનો સ્વચ્છતા પ્રેમી, મોદીને કહે તને સ્વચ્છ ભારતનો બ્રાંડ એમ્બેસડર બનાવે..મારા એકલાથી શું થવાનું છે?.. કામ કર તારું..

એક તો પોતે ભૂલ કરે , ઉપરથી કોઈ ભૂલ ઉપર ધ્યાન દોરે તો પોતાની અજ્ઞાનતાની પરાકાષ્ઠાએ પહોંચી તેનું જ અપમાન કરે..

મારા એક મુસ્લિમ મિત્રને હું શાકાહારી કેમ છું એમ સમજાવી રહ્યો હતો..મેં થોડીક તર્ક વાળી વાતો કરી કે ભાઈ માંસાહાર અે તામસી ખોરાક છે.. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તેને પાચનમાં 72 કલાક લાગે..તેને પકવવામાં શાકાહારી ભોજન કરતા વધારે ઉર્જાનો વ્યય થાય..અને આ બધા ઉપરાંત કોઈ નિર્દોષ જીવની હત્યા કરીને પોતાનું પેટ ભરવું ક્યાં સુધી યોગ્ય છેતે ભાઈ મારી ઉપર ભારે ગુસ્સો કરતા બોલ્યો કે ખુદાએ આપણાં ચોકઠામાં રાક્ષસી દાંત આપ્યા છે એ માંસાહાર કરવા જ આપ્યા છે અને માંસાહાર ન કરનાર ખુદાનું અપમાન કરે છે...જા ગુગલ કરીને જોઈ લે..

(માંસ બે પ્રકારે બને છે.. ઝટકા અને હલાલ.. મુસ્લિમો ઝટકાને હરામ ગણે છે તેને હાથ પણ નથી લગાવતા..માત્ર હલાલ જ ખાય છેઝટકામાં પશુ કે મરઘીને એક જ ઝટકે મારી નાખવામાં આવે છે જ્યારે હલાલમાં પશુની માત્ર એક નસ કાપવામાં આવે છે અને તે રીબાઈ રીબાઈને મરે છેતે રીબાતું હોય ત્યારે કલમાં પઢવામાં આવે છે..આવા માંસને હલાલ કહેવાય છે)

ગુગલમાં સર્ચ કરતાં જાણવા મળ્યું કે આવા કુતર્કો તે કહેવાતા સ્કોલર ડો. ઝાકીર નાયકના (મુસ્લિમ ધર્મગુરુ જે હાલમાં યુવાઓને આંતકવાદ તરફ દોરવા આરોપી છે) વકતવ્યો સાંભળીને તેના મગજમાં ઘર કરી ગયાં હતા.

મારે તેને કહેવું હતું કે માણસો સિવાય ખુદાના જ બનાવેલા ઘણાં બધા પ્રાણીઓ જેવાકે હાથી, હરણ, બારાશીંગા ને પણ ખુદાએ જ રાક્ષસી દાંત આપ્યા છે...તેઓ શાકાહારી છે તો શું તેઓ પણ ખુદાનું અપમાન કરે છે....પણ આટલું સાંભળવાની તેનમાં ધીરજ  જ ન હતી..

આ સિવાય પણ રોજબરોજના જીવનની ઘણી બધી ઘટનાઓમાં આપણને આવા કુતર્ક પ્રેમીઓ મળી જતાં હોય છે.. જેમનું કમનસીબે આપણે કાંઈ નથી કરી શકતા

ક્યારેક કોઈ અનામત પ્રેમી સાથે ચર્ચા કરજો એક પણ તર્ક વાળી વાત નહીં મળે કે અનામત કેમ હોવું જોઈએ.બસ એમના  સ્વાર્થને હકનું નામ આપી દીધું છે..

ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ જોર જોર થી હોર્ન વગાડનારા લોકો અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા લોકોને હોર્ન વગાડવાની ના પાડશો તો વધારે જોરથી વગાડશે..આખા રસ્તે વગાડશે..પણ એમને કોણ સમજાવે કે કારણ વગરતો કૂતરાઓ પણ નથી ભસતા

તર્ક વાળી વાત કરવાથી અને સમજવાથી સમાજમાં પરસ્પર પ્રેમભાવ અને બીજાની પરિસ્થિતીની સમજ કેળવાય છે તથા સાચા જ્ઞાનનો ઉદય થાય છે.. દેશોના તથા રાજ્યોના ભાગલા પડે છે તે પણ આવા વિતર્કો અને કુતર્કોના જ પરિણામો છે.. ઓનર કિલિંગ ( જ્ઞાતિ બહાર લગ્ન કરનારા પ્રેમીઓની પરિવાર દ્વારા જ હત્યા) પણ કુતર્ક ના દૂષણનું પરિણામ છેઅમારા ધર્મમાં તો આવું જ હોય..અમારા સમાજમાં તો આમ જ ચાલે..પણ આમ કેમ ચાલે તેનો કોઈ તર્ક સંગત તાળો મળતો નથી

જય હિંદ

શોર્ટ સર્કીટ -
(કાકા એક ઘાયલ વાંદરાને પોલિસ સ્ટેશન લઈ ગયા..પોલિસ વાળાએ કહ્યું કે આને અહીં નહીં પ્રાણી સંગ્રહાલયમાં લઈ જાઓ.. બીજા દિવસે પણ પોલિસ વાળાએ કાકાને એજ વાંદરા સાથે જોયો...કાકાને પુછ્યું કે આને પ્રાણી સંગ્રહાલય ના લઈ ગયાકાકાએ જવાબ આપ્યો કે લઈ ગયો હતો ને કાલે આજે અક્ષરધામ)


Comments

Popular posts from this blog

शादी तो नहीं हुई पर संसार आज भी राधा- कृष्ण ही जपता हे!!

બાયલો છે લા આતો…બૈરીનો માર ખાય છે!!