Posts

તર્ક , વિતર્ક, કુતર્ક

Image
“ જુઓ ભાઈ આ દ્રષ્ટિકોણની અને તર્કની વાત છે ધારો કે આ એક દરવાજો અડધો બંધ છે એનો અર્થ એ છે કે તે અડધો ખુલ્લો છે.. ” “ અચ્છા તો તમારા તર્ક મુજબ જો આ દરવાજો આખો બંધ હોય તો એને આખો ખુલ્લો કહેવાય નહીં ….” ચીડ આવ છે ને આવો સંવાદ વાંચીને... પણ આપણા રોજ બરોજના જીવનમાં આવા તર્ક વિહોણા વિતર્ક અને કુતર્ક કરતા અનેક માથાઓ આપણને ભટકાય છે અને આપણે તેમને બે ખેંચીને તામાચા મારવાની તીવ્ર ઇચ્છાને સમાજની શરમે વ્યવહારમાં દબાવીને મારી નાખવી પડે છે. કોઈને કહો કે ભાઈ આ કચરો આમ રોડ ઉપર ના નાંખો , અહીં પિચકારીના મારોને..ગંદકી ના કરો.. એટલે પોતે કોઈ મોટી સલ્તનતનો શહેનશાહ હોઈ એમ ડીંગાઈ હાંકતા સામે જવાબ આપે … કેમ તારા ઘરમાં કરું છું ?? , હા ભાઈ તું જ નવાઈનો સ્વચ્છતા પ્રેમી , મોદીને કહે તને સ્વચ્છ ભારતનો બ્રાંડ એમ્બેસડર બનાવે..મારા એકલાથી શું થવાનું છે ? .. કામ કર તારું.. એક તો પોતે ભૂલ કરે , ઉપરથી કોઈ ભૂલ ઉપર ધ્યાન દોરે તો પોતાની અજ્ઞાનતાની પરાકાષ્ઠાએ પહોંચી તેનું જ અપમાન કરે.. મારા એક મુસ્લિમ મિત્રને હું શાકાહારી કેમ છું એમ સમજાવી રહ્યો હતો..મેં થોડીક તર્ક વાળી વાતો કરી કે ભ...

ત તપેલીનો ત નહીં,,,ત તલવાર નો ત….

Image
ફેસબુક સ્ક્રોલ કરતી વખતે અટેલે કે મારા સમયનું નિર્દયતાથી ગળું ઘોંટતી વખતે એક મિત્રએ શેર કરેલા ચિત્રએ મને વિચારવા પર મજબૂર કરી દીધો. આપણી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા કેટલી વ્યવહારું અને આજની વિશ્વકક્ષાની ગળાકાપ હરિફાઈમાં બરાબરની ટક્કર આપી શકવા કેટલી સક્ષમ છે (નોંધ - અહીં બિહારમાં દસમાં ધોરણના ટોપર્સની વાત નથી) એ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે હાથી , વાંદરા , શિયાળ , સિંહ , કાગડા અને માછલી બધાએ એક સરખી પરીક્ષામાંથી પસાર થવાનું અને પાસ થવાનું જ્યારે વાસ્તવિકતામાં આ બધા જ પ્રાણીઓની કુશળતા અને પ્રવીણતા તદ્દન અલગ અને વિવિધ સ્તરે ઉપયોગી છે. ભલે આ બધા એક જ જંગલમાં રહે છે પરંતું કાગડો કોઈ દિવસ તરવામાં પાસ થવાનો નથી અને માછલી કોઈ દિવસ ઉડવામાં પાસ નહીં થાય. તે જ રીતે બે આઁખો , બે કાન , બે હાથ , બે પગ અને લગભગ સમાન શરીર વાળા વિદ્યાર્થીઓ માનવજાતિના હોય શકે પરંતુ તેમની ક્ષમતાઓ , કૌશલ્ય અને કુશળતા માપવાના માપદંડ એટલેકે એકસરખા અભ્યાસક્રમ અને એક સરખી પરીક્ષા કેટલી વ્યવહારું ગણાય ?? આજે દુનિયા ઈન્ફોર્મેશન એટલે કે માહિતી અને જ્ઞાનની દિશામાં કુદકે ને ભુસકે આગળ વધી રહી છે. નાના થી લઈને સૌથી મો...